
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાંચમી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ઍક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ૧૫મી ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન આ શતાબ્દી મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે.
જેમાં અમદાવાદના પડ્ઢિમ છેડે સરદાર પટેલ ખાતે ૬૦૦ ઍકરની વિશાળ ભુમિ પર પ્રમુખ સ્વામિ મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પ્રમુખ સ્વામિ મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે. આ મહોત્સવ સ્થળના કેટલાંક આકર્ષણો લોકો માટે ખુબ જ જાવા લાયક હશે.