ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલા મહારાણા પ્રતાપ નગર અને ડિંડોલી રાજદીપ સોસાયટીમાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે છાપો માર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂનો ધંધો કરનાર બે બુટલેગરોને રૂ.૧.૬૧ લાખની મત્તા સાથે ઝડપી પાડી પાંજરે પુર્યા છે. જયારે બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે ગોડાદરા મહારાણા પ્રતાપ નગર ખાતે આવેલી ગલીમાં તેમજ મકાનની અંદર દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરવામાં આવી રહ્ના છે. આ હકીકતના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે છાપો માર્યો હતો. ત્યારે દારૂના જથ્થા સાથે ડિંડોલી ગામ રાજદીપ સોસાયટીમાં રહેતો મહેન્દ્ર ચતુરસીંગ ગીરાસે અને લિંબાયત કલ્પના સોસાયટીમાં રહેતો જગદીશ બંસીલાલ પાટીલ રંગેહાથ પકડાઇ ગયા હતા. પોલીસે ત્યાંથી રૂ.૧.૧૭ લાખની ૯૧૨ નંગ દારૂની બોટલ , ૧૬૨ લીટર દેશી દારૂ , બે વાહન , મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૧.૬૧ લાખની મત્તા કબ્જે કરી હતી. પોલીસે પુછપરછ કરતા ડિંડોલીમાં રહેતો સોનું રાજપુત આ દારૂનો અડ્ડો ચલાવતા હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂનો અડ્ડો ચલાવનાર અને દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી ગોડાદરા પોલીસને વધુ તપાસ સોપી છે.