
અડાજણ જેવા પોશ વિસ્તારમાં પણ પાલિકા કામગીરીના નામે વેઠ ઉતારી રહી છે. છેલ્લા ૪ મહિનામાં હનીપાર્ક રોડથી ઍલપી સવાણી સુધીના ૫૦૦ મીટરમાં જ ૩ ભૂવા પડ્યા હતા, જેમાં સુરભી ડેરી ચાર રસ્તાની વચ્ચોવચ પડેલો ભૂવો હજુ સુદી પૂરી શકાયો નથી. પાલિકાઍ પહેલાં આ ભૂવો પૂરવા માટે આડેધડ ૩થી ૪ ટ્રક માટી નાંખી દીધી હતી, જેને કારણે લાઇન તૂટી જતાં હવે માટી ઉલેચવાની કામગીરી થઈ રહી છે. આમ, છેલ્લા ૪ માસથી લોકો રોજેરોજ ટ્રાફિકજામનો સામનો કરી રહ્ના છે.
હનીપાર્ક જંકશન પર પડેલો આ ખાડો વિશાળ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠી રહ્ના છે. પીક અવર્સમાં ભૂવો અને રિપેરિંગ કામગીરી ટ્રાફિક જામનું કારણ બની રહી છે. ચોમાસામાં અહીં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પણ તૂટી ગઈ હતી, જેમાં ચેમ્બર સ્ટ્રક્ચર બેસી જતાં ડ્રેનેજ નેટવર્ક ખોરંભે પડ્યું હતું. જો કે, ભૂવો પુરવા રાંદેર ઝોને ઉતાવળ કરી હતી. જેમાં ડ્રેનેજ નેટવર્કને રિપેર કરવાને બદલે મોટાપાયે આડેધડ માટી પુરાણ કરી નાંખ્યું હતું. આ અંગે મધ્યસ્થ ડ્રેનેજ વિભાગના ઇજનેર શ્રેયશ શાહે કહ્નાં હતું કે, ટેક્નિકલ સ્ટાફે સમજ્યા વગર જ ટ્રકો ભરી ભરીને માટી નાખતાં લાઇન પર વજન વધી જતાં દબાઇ ગઇ હતી, જેથી મહેનત બેવડી થઈ ગઈ છે. હાલ ડ્રેનેજ વિભાગે લાઇનમાંથી માટી ઉલેચવી પડી રહી છે, જેમાં સમય વેડફાયો છે. જોકે છેલ્લા ત્રણેક મહિનાથી રાત-દિવસ આ કવાયત ચાલી રહી હોવા છતાં કામ પૂરું થવાનું નામ લેતું નથી. અહીં અગાઉ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર અને ભૂવો પડ્યા બાદ તેનું રિપેરિંગ કરનારા ડ્રેનેજ વિભાગની બેદરકારીને કારણે હાલમાં લોકો ટ્રાફિકજામ સહિતની યાતના ભોગવવા મજબૂર બની રહ્ના છે. ચોમાસાઍ સત્તાવાર વિદાય લઇ લીધી હોવા છતાં સોમવારે પાલની સૌરભ સોસાયટીની પાછળ ભૂવો પડ્યો હતો. સ્થાનીકોઍ કહ્નાં કે, તાજેતરમાં જ આ રોડ નિર્માણ કરાયું હતું. કોન્ટ્રાક્ટરે ઝડપથી કામગીરી પૂર્ણ કરાવવામાં વેઠ ઉતારી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.