અઠવા પોલીસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલી બાઈકોમાં અચાનક આગ લાગી ઉઠી હતી. અઠવા પોલીસે ગુનાના કામમાં કબજે કરેલી ૨૦ થી ૨૨ જેટલી બાઈકમાં મોડી રાત્રે આગ ભભૂકી ઊઠી હતી. બાઈકમાં આગ લાગતા મોડી રાત્રે અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આગને પગલે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. જા કે આગના કારણે તમામ બાઇકો બળીને ખાખ થઇ ગઇ હતી.
ચોક બજાર ખાતે આવેલા અઠવા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જ કરવામાં આવેલી ૨૫ થી ૩૦ બાઇકો ગાર્ડનમાં મુકવામાં આવી હતી. તે દરમ્યાન મોડી રાત્રિના ૩ વાગ્યાના અરસામાં અચાનક જ બાઇકોમાં આગ ફાટી નિકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઍક બાઈકમાં આગ લાગતા અન્ય ઍક પછી ઍક ૨૦ થી ૨૨ બાઈક જપેટમાં આવી ગઇ હતી. મોડી રાત્રીઍ ૨૦ થી ૨૨ જેટલી બાઈકમાં ઍક સાથે આગ લાગતા અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે દારૂ, જુગાર, ચોરી, લૂંટ અને બિનવારસી જેવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયા બાદ કબજે કરાયેલી બાઈકો હતી. બાઈકમાં આગ લાગવાની ઘટના બનતા જ અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.મોડી રાત્રે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મોડી રાત્રે પાંચ ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે તો જાણી શકાયું ન હતું. પરંતુ ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુનામાં કામમાં કબજે કરાયેલી બાઇકો લાંબા સમયથી પડી રહી હોવાથી ક્યાંક પેટ્રોલ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્નાં છે. ઍક બાઈકમાં આગ લાગ્યા બાદ તેની ઝપેટમાં ઍક સાથે જુદી જુદી ૨૦ થી ૨૨ જેટલી બાઇકો આવી ગઈ હતી. જેને લઇ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી. તે તમામ બાઈકો પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ માંથી કબજે કરાયેલી હતી.અઠવા પોલીસ દ્વારા જુદા જુદા ગુનાના કામમાં કબજે કરવામાં આવેલી બાઇકો, મોપેડ, કાર અહીં ખુલી જગ્યામાં રાખવામાં આવી છે.