ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારોઍ પ્રચાર પણ શરૂ કરૂ દીધો છે. ભાજપના ઍક પણ ઉમેદવારની જાહેરાત થઈ નથી.આજથી ભાજપ લોકો પાસેથી મંતવ્યો લઈ સંકલ્પ પત્ર બનાવશે. .ભારત સરકારના હેવી ઇન્ડસ્ટ્રી મંત્રી અને ઉત્તર પ્રદેશના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી , ઉત્તર પ્રદેશના પુર્વ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે સુરત ખાતે આજ રોજ અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર , ૨૦૨૨ અંતર્ગત ગ્લોબલ માર્કેટ , ગુડલક માર્કેટ તથા સિલ્ક સીટી માર્કેટના ફેરિયાઓ , મજૂરો , કર્મચારી તથા વ્યાપારીઓની મુલાકાત લીધી હતી.
ભાજપ લોકોનો અભિપ્રાય જાણવા માટે અગ્રેસર ગુજરાત અંતર્ગત સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે મત ઍકત્રિત કરાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવનાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સમસ્યા અને લોકો કયા પ્રકારે પોતાની મુશ્કેલી મૂકી શકે તેના ભાગરૂપે અગ્રેસર ગુજરાત કરવામાં આવી છે. અલગ અલગ સ્થળ ઉપર ઍક બોક્સ બનાવવામાં આવશે. તે બોક્સની અંદર દરેક વ્યક્તિ પોતાની જે રજૂઆત છે. તે લખીને મૂકી શકશે જે પણ તકલીફો હશે. તે આ બોક્સની અંદર લખીને મુકશે. જેથી કરીને તમામ ઍકત્રિત કરેલા વિચારો અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે.આગામી તારીખ ૧૫ સુધીમાં અલગ અલગ જગ્યા પર અગ્રેસર ગુજરાત કેમ્પેઈન શરૂ થશે.આજથી માર્કેટ વિસ્તારમાં અગ્રેસર કેમ્પેઈનની સુરત ખાતે શરૂઆત કરવામાં આવી છે. લોકોની ઈચ્છાના આધારે સંકલ્પ પત્રમાં ઉમેરો થશે. ભાજપ મતદારોના સૂચનો ઍકત્રિત કરશે અને ત્યારબાદ તેનો સંકલ્પ પત્ર સમાવેશ કરશે.ભારત સરકારના હેવી ઇન્ડસ્ટ્રી મંત્રી અને ઉત્તર પ્રદેશના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી , ઉત્તર પ્રદેશના પુર્વ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે સુરત ખાતે આજ રોજ અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર , ૨૦૨૨ અંતર્ગત ગ્લોબલ માર્કેટ , ગુડલક માર્કેટ તથા સિલ્ક સીટી માર્કેટના ફેરિયાઓ , મજૂરો , કર્મચારી તથા વ્યાપારીઓની મુલાકાત લીધી હતી.