
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીઍમ અરવિંદ કેજરીવાલે બુધવારે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાની વિધાનસભા બેઠકનુ ઍલાન કર્યુ છે. સીઍમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યુ, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભાથી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે, બંને યુવાનોને હુ શુભકામનાઓ આપુ છુ. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ડભોલી ચાર રસ્તા પર આવેલ સ્વામીનારાયણ મંદીર ખાતે દર્શન કરવા ગયા હતા.ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થતાં જ આપના કાર્યકરોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે.
વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરાવાનો ગણતરીનો સમય બાકી રહયો છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને દિવસે દિવસે ઉત્તેજના વધી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આપના મોટા માથા ગણાતા બે ઉમેદવારો સુરતની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ દ્વારા જાહેરાત કરતાં લખ્યું કે, આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે કરંજ બેઠક પરથી આપના મહામંત્રી મનોજ સોરઠિયા ચૂંટણી લડશે.આમ આદમી પાર્ટી દ્વારા મનોજ સોરઠિયા પાટીદાર હોવાને કારણે કરંજ બેઠક ઉપર તેનો સીધો લાભ મળી શકે ઍમ છે. સીધી રીતે કહીઍ તો ઓબીસી અને પાટીદાર મતદારો વધુ હોવાને કારણે બે જ વિકલ્પ હોય છે કાં તો પાટીદાર ઉમેદવાર પસંદ કરવામાં આવેï.જેથી આમ આદમી પાર્ટી દ્વારા મનોજ સોરઠિયાની પસંદગી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ પણ પાટીદાર ચહેરો ઉતારશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના વતની છે. તેમણે કોલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે.હાલ હવે તેઓ સુરતમાં રહે છે અને રાજનીતિમાં સક્રિય છે. સુરતમાં ઘણા યુવાનો અને રહીશો તેમને ઍક ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે.સોશિયલ મીડિયામાં પણ ગોપાલ ઈટાલિયાના ઘણા ફૉલોઅર્સ છે. અનેક વાર તેઓ સમયે સમયે સત્તાપક્ષ ભાજપની નીતિઓ અને કૉંગ્રેસ પક્ષ સંબંધિત બાબતો પર શાબ્દિક પ્રહાર કરતાં પણ જોવા મળ્યા છે.ગુજરાતમાં ઍલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શનકર્તા યુવાઓને સમર્થન આપ્યું હતું.રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ ઍક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ ઍક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહયા હતા.વર્ષ ૨૦૨૦ માં આપ માં જોડાયા પછી તરત જ, ઇટાલિયાને પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માત્ર બે વર્ષમાં તેઓ ગુજરાતમાં પાર્ટીનો મોટો ચહેરો છે. તેમના નેતૃત્વમાં આપે ગયા વર્ષે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતી હતી.હાલ તેઓ આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષછે.