પાંડેસરા બમરોલી બ્રિજ તરફના રસ્તા પાસે જીઇબીના સબ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાંથી તસ્કરો રૂ.૨૧,૪૦૦ની મત્તાના ૨૦ લોખંડના ઍગલો ચોરી ગયા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
નવસારી જલાલપોર તાલુકાના અયોધ્યા નગરમાં રહેતા રાજુભાઇ ગણપતભાઇ ટંડેલ પાંડેસરા ખાતે આવેલી જીઇબીની ઓફીસમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાંડેસરા તિરૂપતિ સર્કલથી બમરોલી બ્રિજ તરફ આવેલા ભિમરાડ સબ સ્ટેશનના પાછળના ભાગે જીઇબીના બે થાંભલા અને ૨૦ ઍગલો મળી ૩૦ કિલોની રૂ.૨૧,૪૦૦ની કિંમતનો સામાન પડ્યો હતો. તા.૪થી નવેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરો આ તમામ સામાન ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે જીઇબીને જાણ થતાં રાજીવભાઇ ટંડેલે પાંડેસરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.