અઠવાલાઇન્સ ખાતે આવેલી સુરત પોલીસ કમિશ્નર કચેરીના કેમ્પસમાં બુધવારે સવારે બે મહિલાઓ જાહેરમાં બાખડી હતી. આ જાઇને ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તાત્કાલિક ત્યાંï દોડી આવ્યા હતા. પરંતુ મહિલા પોલીસ કર્મી ન હોવાના કારણે પોલીસ કર્મીઓ બંને મહિલાઓને છોડાવવા માટે લાચાર બન્યા હતા.
બંને મહિલાઓઍ ઍક બીજા પર ચંપલ અને પથ્થર વડે હુમલો કરી મારામારી કરી હતી. આ દ્રશ્યો જાઇ તાત્કાલીક ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉમરા પોલીસ મથકમાંથી મહિલા કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા. ત્યારબાદ બંને મહિલાઓને જીપમાં બેસાડી પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. હાલ આ બંને મહિલાઓના મારામારીનો વિડીયો સામે આવ્યો છે