
જહાંગીરાબાદ – દાંડી રોડ અંબાજી માતાનું મંદીર આવેલું છે. અંબા માતાની પદયાત્રાના સાત વર્ષ પુર્ણ થતાં જય અંબે યુવક મંડળ દ્વારા મંદીરમાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાત્રિના સમયે ડાયરો રાખવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં માજી વિરોધ પક્ષના નેતા , બાબુ કાપડીયા , માજી કોર્પોરેટર ગીરીશ પટેલ , ભાજપ યુવા મોરચાના મંત્રી હર્ષ મહેતા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્ના હતા.