
સુરત સહિત રાજયમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન પુર્ણ થતાં જ બુધવારતી શાળઓના બીજા સત્રનો પ્રારંભ થયો છે. સવારથી જ બાળકો અને વિદ્યાર્થીઓ સ્કુલ યુનિફોર્મ સાથે શાળાઍ પહોîચ્યા હતા. ફરી ઍકવાર શાળાઓ વિદ્યાર્થીઓïના કલરવથી ગુંજી ઉઠી હતી.
સુરત સહિત રાજયમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન પુર્ણ થયા બાદ બુધવારથી શાળાઓના બીજા સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બુધવારે સવારે સુરત શહેરની દરેક શાળાઓમાં નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓ સ્કુલ યુનિફોર્મમાં શાળાઍ જતાં નજરે પડ્યા હતા. શાળાઓ ૨૧ દિવસ સુધી સુમસામ થયા બાદ ફરી ઍકવાર બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. જા કે શાળાઓમાં મોટા ભાગે વિદ્યાર્થીઓની હાજરી જાવા મળી હતી. પહેલાં દિવસથી જ રાબેતા મુજબ શાળાઓ ચાલુ રહી હતી. વિદ્યાર્થીઓ પણ હોîશેથી શાળામાં જતાં નજરે પડ્યા હતા. આમ શહેરમાં સ્કુલો શરૂ થતાં જ કેટલાંક વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યા પણ જાવા મળી હતી.