
ગુજરાત રાજયની વિધાનસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે. તા.૧૪મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. તેમ છતાં અત્યાર સુધી કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારોઍ પોતાની ઉમેદવારી નોîધાવી નથી. કદાચ સોમવારે કલેકટર કચેરી , બહુમાળી સહિત ઉમેદવારોને ફાળવેલી કચેરીઓમાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરવા આવશે તેવી શકયતાઓ જણાઇ રહી છે. હાલ સુરતની ૧૨ વિધાનસભાની ચુંટણી માટે અત્યાર સુધી લગભગ ૨૩૦થી વધુ ફોર્મોનું કલેકટર કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ ઉમેદવારી ઍકપણ નોîધાઇ નથી.
ગુજરાત વિધાનસભાની ચુંટણીïનો પહેલો તબક્કો ૧લી ડિસેમ્બરના રોજ યોજાશે. તેમાં ૧૪મી નવેમ્બર સુધી ઉમેદવારી નોîધાવવાનો છેલ્લો દિવસ છે. પરંતુ હજુ સુધી ઍકપણ ઉમેદવારી કોઇપણ રાજકીય પક્ષો કે અપક્ષ દ્વારા નોîધાઇ નથી. બુધવારે ઓલપાડ વિધાનસભામાંથી ૧૬ ફોમïર્ , માંગરોળ વિધાનસભા બેઠકમાંથી ૬ ફોર્મ , માંડવીમાંથી ૭ ફોર્મ , કામરેજમાંથી ૦૩ ફોર્મ , સુરત પૂર્વ વિધાનસભામાંથી ૨૭ , જયારે સુરત ઉત્તર વિધાનસભામાંથી ૧૪ ફોર્મ , વરાછા રોડ વિધાનસભામાંથી ૧૪ , જયારે કરંજમાંથી ૧૯ ફોર્મ , લિંબાયતમાંથી ૨૭ ફોર્મ , ઉધના વિધાનસભામાંથી ૧૮ ફોર્મ, મજુરા વિધાનસભામાંથી ૨૨ ફોર્મ , કતારગામમાંથી ૧૨ જયારે સુરત પડ્ઢિમમાંથી ૮ ફોર્મ , ચોર્યાસી વિધાનસભામાંથી ૩૦ ફોર્મ , બારડોલી વિધાનસભામાંથી ૦૫ ફોર્મ અને મહુવા વિધાનસભામાંથી ૦૨ ફોર્મ મળી કુલ ૨૩૦ ફોર્મનું વિતરણ કરાયું હતું.