
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ૧૮૨ ઉમેદવારમાંથી ૧૬૦ ઉમેદવારને ભાજપે જાહેર કર્યા છે તેમાં સુરતની ૧૨ પૈકીની ૧૧ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપની સત્તાવાર યાદીમાં ઍક માત્ર સુરતની ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. સુરત શહેર અને જીલ્લાની ૧૬ બેઠક પૈકી ૧૫ ઉમેદવારમાંથી ચાર મંત્રી સહિત ૧૧ ઉમેદવારને રીપીટ કરવામા આવ્યા છે જ્યારે ઉધના અને કામરેજ પર ભાજપે નવા ચહેરા મુક્યા છે. ભાજપે સત્તાવાર રીતે ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર જાહેર નથી કરાયા પરંતુ પાલિકાના શાસક પક્ષ નેતાની ઓફિસ પર કાર્યકરોના ટોળા ભેગા થયાં છે અને ઉજવણી માટે મંડપ બનાવી દેવાયો છે તેથી અનેક અટકળો થઈ રહી છે. આમ ભાજપે સુરતની ૧૨ બેઠકો પૈકી ૧૧ બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરતાં જ તેમના સમર્થકોમાં ખુશીની લહેર જાવા મળી હતી. ફટાકડા ફોડી કાર્યકર્તાઓઍ મિઠાઇ ખવડાવી ઉમેદવારોને ફુલહાર પહેરાવી ઉજવણી કરી હતી.
આગામી ગુજરાત રાજયની વિધાનસભાની ચુંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૩ બેઠકોની પ્રથમ ચરણમાં ૧લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જેમાં ભાજપ દ્વારા ગુરૂવારે સત્તાવાર રીતે મોટાભાગની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરતની ૧૨ બેઠક પૈકી ૧૧ બેઠક પરના નામો જાહેર કર્યા છે. ભાજપે બે યાદી જાહેર કરી તેમાં ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ઍવા હર્ષ સંધવી પુર્ણેશ મોદી, વિનોદ મોરડિયા, મુકેશ પટેલને રીપેટ કરવામા આવ્યા છે. આ ઉપરાંત કરંજ માં પ્રવિણ ઘોઘારી, ઉત્તરમાં કાંતિ બલર, લિંબાયતમાં સંગીતા પટેલ, પૂર્વમાં અરવિંદ રાણા, વરાછામાં કુમાર કાનાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કામરેજ બેઠક પરથી વીડી ઝાલાવડિયાને બદલે પુર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને ઉધના બેઠક પરથી વિવેક પટેલને બદલે ભાજપના ઉપ પ્રમુખ મનુ પટેલને ટિકિટ ફાળવાવમાં આવી છે.ભાજપે ૧૬૦ ઉમેદવાર જાહેર કર્યા તેમાં સુરતની કોળી પટેલ અને પર પ્રાંતિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી ચોર્યાસી વિધાનસભા માટે કોઈ નિર્ણય કરવામા આવ્યો નથી. જોકે, મિડિયામાં આ બેઠક માટે પાલિકાના શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપુતનું નામ જોરશોરમાં ચર્ચાઈ રહ્નાં છે તો બીજી તરફ અમિત રાજપુતની ઓફિસ પર પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થયાં છે અને મંડપ પણ બનાવી દેવામાં આવ્યો છે સાથે ઉત્સવની તૈયારી પણ થઈ રહી છે. જોકે, રાજપુત પોતાને ટિકિટ મળી નથી તેવું કહી રહ્નાં છે. પરંતુ તેમની ઓફિસ પર જે રીતે ઉત્સવની તૈયારી થઈ રહી છે તે જોતાં અનેક અટકળો થઈ રહી છે. આ ઉપરાંત માંગરોળ બેઠક પર પુર્વ મંત્રી ગણપત વસાવા , માંડવી બેઠક પર કુંવરજી હળપતિ , બારડોલી બેઠક પર મંત્રી ઇશ્વર પરમાર અને મહુવા બેઠક પર મોહનભાઇ ઢોડીયાના નામો જાહેર કરાયા છે. આમ ૧૫ બેઠકોના નામ જાહેર થયા બાદ ઉમેદવારોના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. ઉમેદવારોની ઓફીસો પર સમર્થકો અને કાર્યકર્તાઓના ટોળાં જાવા મળ્યા હતા. ઉમેદવારોને ફુલહાર પહેરાવી , મિઠાઇ ખવડાવી , ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ખુશી મનાવી વિજયની શુભેચ્છા પાઠવી હતી.