
ઉધના વિધાનસભા મત વિસ્તારમાંથી કોગ્રેસ તરફથી જુના પીઢ અનુભવિ ઍવાં ધનસુખભાઇ રાજપુતને ચુંટણી જંગમાં ઉતારતા આ વખતની ચુંટણી જંગ કાંટે કી તક્કર જેવી બની રહેશે.
સુરતમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઍવાં બિઝનેશમેન ધનસુખભાઇ રાજપુતની ગણતરી શહેરના પીઢ રાજકારણીઓમાં થાય છે. પ્રજાની વચ્ચે રહેનાર ઍવાં ધનસુખ રાજપુતની સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર તરીકેની કામગીરી પણ પ્રશંસનીય રહી હતી. કોગ્રેસ પક્ષ સાથે જાડાયેલા ધનસુખ રાજપુત પોતે ઉત્તર ભારતીય હોવા છતાં પણ દરેક સમાજમાં ખુબ જ સન્માનિય વ્યકિત તરીકે જાવાઇ છે. આ વખતની વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીઍ જયારે સ્થાનિક કાર્યકરોના વિરોધ વચ્ચે ઍક સમયે ભાજપ સરકાર સામે જ આંદોલન કરનાર ઍવાં આયાતી ઉમેદવાર મનુભાઇ પટેલને મેદાનમાં ઉતારતા ભાજપના વર્ષો જુના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાવા મળી રહી છે. અને હાલ ઉમેદવારની પસંદગી બાબતે ભાજપના કાર્યકર્તાઓ સોશ્યલ મિડીયામાં પોસ્ટ મુકીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્ના છે. આ વાતાવરણ વચ્ચે કોîગ્રેસ પક્ષ દ્વારા ધનસુખ રાજપુતને ચુંટણી જંગમાં ઉતારી દેવાતા વિધાનસભાની ચુંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્ના છે. જયારે ધનસુખ રાજપુતે તેમને ટીકીટ ફાળવવા બદલ કોગ્રેસ પક્ષના મોવડી મંડળનો આભાર વ્યક્ત કરી આ વખતે તેમને મળી રહેલા જન સમર્થનથી તેઓ વિજય પ્રા કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.