
ગોડાદરા વિસ્તારમાં આવેલ આર્શિવાદ બંગ્લોઝ સામે પાર્ક કરેલી ટ્રકમાંથી રાત્રિ દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો રૂ.૨૫ હજાર કિંમતની બેટરી ચોરી કરી નાસી છુટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ રવિપાર્ક સોસાયટીમાં વેપારી મનિષભાઇ કાતરીયા પરિવાર સાથે રહે છે. વેપાર ધંધા માટે થોડા સમય અગાઉ મનિષભાઇઍ ટ્રક ખરીદી હતી. ગત ૨૫ ઓકટોબરની રાત્રિના સુમારે મનિષભાઇઍ પોતાની ટ્રક ગોડાદરાના આર્શિવાદ બંગ્લોઝ પાસે પાર્ક કરી હતી. દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોઍ ટ્રક પાસે આવી તેમાંથી રૂ.૨૫ હજારની કિંમતની ઍક્સાઇડ કંપનીની બેટરી ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ સંદર્ભે મનિષભાઇની ફરીયાદના આધારે ગોડાદરા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.