અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોધાયેલી છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા ઍક આરોપીને સુરત શહેરની વરાછા પોલીસે ઝડપી પાડી કબ્જા અમદાવાદ પોલીસને સોપ્યો હતો.
વરાછા પોલીસ મથકના પોલીસ કર્મીઓને ઍવી માહિતી મળી હતી કે ઓગષ્ટ મહિનામાં અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી વરાછાના સ્વસ્તિક સર્કલ પાસે ઉભો છે. જે હકીકતના આધારે પોલીસે ઉપરોકત સ્થળે છાપો મારી સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલ બી.કે.નગર સોસાયટીમાં રહેતા સાવંત પંકજ ગઢીયા હોવાનું જણાવ્યુ હતુ. બનાવ અંગે પોલીસે જણાવ્યુ હતું કે પકડાયેલા આરોપી સાવંતે અન્ય ઍક યુવક સાથે મળી તમારૂં વિજળીના બિલના પૈસા જલ્દી ભરી દો , નહીં તો કપાઇ જશે તેવી વાત કરી આધેડના ઍકાઉન્ટમાંથી રૂ.૫.૯૮ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જા કે આ સંદર્ભે ભોગ બનનારે અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો હતો.