
ગોડાદરા પોલીસ મથકમાં નોધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા ભાગતા ઍક આરોપીને સુરત ક્રાઇમ બ્રાંચે ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક પાસેથી ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પોલીસકર્મીઓને ઍવી માહિતી મળી હતી કે થોડા સમય અગાઉ ગોડાદરા પોલીસ મથકમાં પ્રોહિબીશનનો ગુનો નોધાયો હતો. જા કે આ ગુનો નોધાયા બાદથી નાસતો ફરતો ઍક આરોપી ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક પાસે ઉભો છે. જે હકીકતના આધારે પોલીસે ઉપરોકત સ્થળે છાપો મારી ડિંડોલીના કરાડવા રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતો યોગેશ ઉર્ફે સોનુ રાજપુતને ઝડપી પાડ્યો હતો. જો કે પકડાયેલા આરોપીનો કબ્જા ક્રાઇમ બ્રાંચે ગોડાદરા પોલીસને સોîપ્યો છે.