
સુરત જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ મેગા લોક અદાલતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવીને પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સુરતમાં જીલ્લા ન્યાયાધિશ ઍ.આર.મલિક સાહેબની કોર્ટમાં ચાલતા મોટર અકસ્માતના કેસમાં વિમા કંપની શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂ.૧ કરોડ ૫ લાખમાં સમાધાન કરાવીને ભોગ બનનારના પરિવારને વળતર ચુકવવામાં આવ્યુ હતુ. આ લોક અદાલતમાં બાર ઍસોસીયેશનના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.