
ગુજરાત ઍટીઍસે જીઍસટી વિભાગ સાથે જોઈન્ટ ઓપરેશનમાં શનિવારે સૂરત , અમદાવાદ , જામનગર , ભરૂચ અને ભાવનગર જેવા જિલ્લામાં ૧૫૦ જગ્યાઍ દરોડા પાડ્યા છે. સૂત્રોઍ જણાવ્યું કે આ જાઈન્ટ ઓપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરરાષ્ટ્રીય માર્ગે પૈસાની લેવડ દેવડની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા ઍજન્સીઓઍ વિધાનસભા ચૂંટણી દરમિયાન રેકોર્ડ રોકડ જ કરતા ગુજરાતમાં ૭૧ કરોડ ૮૮ લાખ રૂપિયા તાબે લીધા છે.
સુરક્ષા ઍજન્સીઓઍ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના નિર્દેશ પર વિશેષ અભિયાન ચલાવ્યું હતું.અને આ હેઠળ ચૂંટણીની જાહેરાતના થોડાક દિવસોની અંદર ગુજરાતમાં રૂ. ૭૧.૮૮ કરોડની રોકડ મળી તો જે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી માટે લાગુ આચાર સંહિતાના સમય દરમિયાન ૨૭.૨૧ કરોડ રૂપિયાની તુલનાઍ ખૂબ જ વધારે છે.