
સોમવારે સવારે પાલ સ્થિત ગજેરા ગ્લોબલ શાળામાં બાળદિનની ઉજવણીનાં ભાગરૂપે નાનાં બાળકો માટે ઙ્કકિડેથોન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
શહેરની વિવિધ શાળાઓના લગભગ ૧૨૦૦ કરતાં વધારે ભૂલકાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા યોજવા પાછળ શાળાનો મુખ્ય આશય રમતગમત પ્રત્યે બાળકોની અભિરુચિ વધે અને તેઓ રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે. આ સાથે ગજેરા ગ્લોબલ શાળાના નવા રમતના મેદાનનું ઉદ્ઘાટન ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ માટે પણ કબડ્ડી અને કહો-ખોની રમતોનું આયોજન કરી મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી ડેવિડ પોલ, ઓરો યુનિવર્સિટીનાં ફિસિકલ ઍજ્યુકેશનનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. જ્હાન્વી ઇચ્છાપૂરીયા, સુરત જિલ્લાના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ તથા નવસારી શાસન અધિકારી ડીપીઓ શ્રી ભગીરથ પરમાર ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ગજેરાની દરેક શાખાના પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી વિભાગના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલની સાથે સ્પોર્ટ્સ અને ઍક્ટિવિટીના મેન્ટરો પણ ઉપસ્થિત રહેલ.આ સર્વે માનવંતા મહેમનોની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી કિડેથોનનો આરંભ થયો હતો. દોડના અંતે ટ્રસ્ટી શ્રી કિંજલ ગજેરા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઍઝયુકેટીવ કમિટી મેમ્બર શ્રી જયસુખ કથીરિયા, શ્રી હિતેન્દ્ર ચૂડાવાલા, શ્રી નટુભાઇ કાટીયાઍ વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલથી સમ્માનિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી કુમારી કિંજલ ગજેરાઍ તમામ સ્ટાફ, વાલીઓ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.