સુરત શહેરમાં ઍમડી ડ્રગ્સનું હબ ગણાતા કોસાડ આવાસમાંથી અમરોલી પોલીસે રૂપિયા દોઢ કરોડની કિંમતના ઍમડી ડ્રગ્સ સાથે ઍક આરોપીની ધરપકડ કરી હતી .
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મેફોડ્રોન સહિતના ડ્રગ્સ જેવા નસીલા દવાનો કારોબારï ચાલી રહયુ છે. તે રીતે પોલીસ તંત્ર પર આરોપીઓને પકડી પાડવા માટે કમર કસી છે, સુરત શહેરના યુવાનોને નશા મુક્ત કરાવવા માટે શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઍન્ડ ફ્રી ઇન સુરત સીટી નો અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં છેલ્લા વર્ષોમાં શહેર પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી ઍમડીડ્રગ્સ તથા હેરોઇન જેવા નશીલા પ્રદાથો સાથે અનેક આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે . તેમ છતાં પણ માફિયાઓ નશીલાં પદાર્થમાં વેચાણમાંથી અઢળક આવકના કારણે સુરત શહેરમાં ડ્રગ્સ લાવીને યુવાનોને વેચી રહયા છે.ફરી ઍકવાર સુરત શહેરના અમરોલી પોલીસને મળેલી બાતમી ના આધારે પોલીસે કોસાડ આવાસમાં છાપો માર્યો હતો. ત્યારે ઍક રૂમમાં તલાસી લેતા તેમાંથી રૂપિયા દોઢ કરોડની કિંમતનો ઍમ.ડી ડ્રગ્સમળી આવ્યો હતો.પોલીસે આ ડ્રગ્સના સાથે ઍક આરોપીની ધરપકડ કરી હતી.જાકે તેની સત્તાવાર જાહેરાત કરી નથી.