
રાંદેર રોડ રામનગર ચાર રસ્તા પાસેથી પોલીસે ટેમ્પોમાં અત્યંત ક્રુરતા પૂર્વક બાંધીને ચાર ભેંસોની હેરાફેરી કરતા ટેમ્પો ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કંટ્રોલ રૂમના મેસેજના આધારે રાંદેર પોલીસ અને ઍસઆરપી જવાનોઍ રાંદેર રોડ રામનગર ચાર રસ્તા પાસેથી બોલેરો પીકઅપ નં. જીજે-૧૯ વાય- ૦૬૯૩ ને અટકાવી માનદરવાજા ખ્વાજાનગરમાં રહેતા ચાલક સાજીદ યુસુફ શેખ ની પૂછપરછ કરી ટેમ્પોના તલાશી લીધી હતી. જે અંતર્ગત ટેમ્પોમાં અત્યંત ક્રુરતા પૂર્વક બાંધેલી ચાર ભેંસ મળી આવી હતી. પોલીસે ચારેય ભેંસ કબ્જે લઇ પાંજરાપોળમાં મોકલવાની સાથે ટેમ્પો કિંમત રૂ. ૨ લાખની મત્તાનો કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સાજીદની હાથ ધરેલી પૂછપરછમાં ચારેય ભેંસ દાંડી ફાટક ચાર રસ્તા પાસે તબેલામાંથી લાવ્યો હોવાનું અને વેચાણ કરવાનો હોવાની કબૂલાત કરી છે.