
સુરતની વરાછા રોડ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી દ્વારા સરથાણા જકાતનાકાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ સહિતના લોકો જોવા મળ્યાં હતાં. કેસરી ટોપી અને ખેસ સાથે કેસરીયો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.
સુરતમાં વરાછા રોડ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા છે. જંગી જનમેદની વચ્ચે શક્તિ પ્રદર્શન થઈ રહ્ના છે. ભાજપ જીતશે ના નારા સાથે ફોર્મ ભરવા નીકળેલા કુમાર કાનાણીઍ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. ૮મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. ૮૯ બેઠકો માટે ૧ ડિસેમ્બરે અને ૯૩ બેઠકો માટે ૫ ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બરાબરનો જંગ જામે ઍવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. ઍટલે કે ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પર ઍડીચોટીનું જોર લગાવી રહી છે.