
સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભરતા પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીઍ જનતાને સંબોધીને નિવેદન આપ્યુ તેમજ માતાજીના આશીર્વાદ પણ લીધા હતા. હર્ષ સંઘવીઍ જણાવ્યુ કે અહીંના લોકો મને ધારાસભ્ય નહીં પરંતુ તેમના ભાઈ માને છે. આ વિસ્તારના નાગરિકોનો હંમેશા મને પ્રેમ મળ્યો છે.
કોરોનામાં જ્યારે સમગ્ર રસ્તાઓ ખાલી પડ્યા હતા ત્યારે મારા વિસ્તારના ભાઈઓ આગળ આવીને મારી સાથે ખભેથી ખભા મેળવીને ચાલ્યા છે. આ વખતે ઐતિહાસિક જીત થશે અને બધા જોતા રહી જશે. વડોદરા અને સુરતના ઉમેદવારોના વિરોધ અંગે તેમણે જણાવ્યું હતું કે ૨૭ વર્ષથી અમારો સબંધ અવિરત ચાલતો આવ્યો છે.ગુજરાતની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતી રહેશે.વિસ્તારનો પ્રેમ અને લાગણી જોઈને વિરોધીઓને ચોક્કસથી સહન ના થાય પરંતુ ઍ ઍમનુ દુઃખ છે, ઍમની બીમારી છે. ઍમની બીમારીનો ડોક્ટર ઍમણે જ શોધવો પડશે. તમામ લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે.સામાજિક નામથી ચાલુ કરીને ચૂંટણી લડવાનો હક તમામને છે. નિર્ણય લેવાનો હક પ્રજાનો છે.