
ગુજરાત વિધાનસભા પ્રથમ ચરણના ઇલેક્શન લડવા ઈચ્છતા ઉમેદવારોના નામાંકન ભરવા માટેનો આજનો છેલ્લા દિવસ છે. તમામ મોટી રાજકીય પાર્ટીઓના અડધો ડઝન જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેને લઇ આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોમાં દોડાદોડી થતી જોવા મળી રહી છે. આજે વરાછા બેઠક પર ભાજપ અને આપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.ભાજપ – કોંગ્રેસ સહિતના આપના ઉમેદવારો અને અપક્ષો પણ આજે મોટી સંખ્યામાં ફોર્મ ભરે તેવો માહોલ જોવા મળી રહ્ના છે. ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ નગારાના તાલે ફુલોનો વરસાદ કરીને ઉમેદવારી પત્ર નોîધાવવા માટે કલેકટર અને બહુમાળી પહોચી ગયા હતા. વિજય મુહુર્ત ૧૨ઃ૩૯ ઉમેદવારી ભર્યુ હતુ. બીજી બાજુ કોîગ્રેસ અને આપ ના ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોચી ગયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ આજે ૩ઃ૦૦ વાગ્યા સુધીમાં તમામ પક્ષના ઉમેદવારોઍ ચૂંટણી લડવા માટેનું નામાંકન ફોર્મ ભરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. સુરતની ૧૨ બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ અને આપના કુલ ૩૬ ઉમેદવારોમાંથી માત્ર ૧૫ ઉમેદવારો ઍ જ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે ૨૧ ઉમેદવારોઍ હજી સુધી પોતાનું ચૂંટણી લડવા માટેનું નામાંકન કરાવ્યું નથી. આમ આદમી પાર્ટીમાંથી સાત ઉમેદવાર ભાજપમાંથી છ ઉમેદવાર,અને કોંગ્રેસમાંથી ૮ ઉમેદવારો મળી કુલ ૨૧ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા નથી.આ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે દોડાદોડી કરતાં નજરે પડ્યાં હતાં.૧૬૦ સુરત ઉત્તર વિધાનસભાના ઉમેદવાર અશોકભાઈ (અધેવાડા) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી આજરોજ ઍક ઈ-મોપેડ લઈ ઉમેદવારી પત્ર ભરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્ના હતાં. ત્યારે કાર્યકરોઍ કહ્નાં હતું કે, ૧૬૦ સુરત ઉત્તર વિધાનસભાના મતદાતાઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ઉપર કે આજે વર્ષો પછી લડાયક યોદ્ધા ૧૬૦ સુરત ઉત્તર વિધાનસભાને મળ્યા ઍને બહુમતીથી જીતાવી અને વિધાનસભામાં અમે મોકલીશું ઍવી ઉત્તર વિધાનસભાની જનતા બાંહેધરી આપી રહી છે.વરાછા રોડ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાટીદાર અનામત આંદોલનથી જાહેરમાં આવેલા અલ્પેશ કથિરીયા દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે. અલ્પેશ કથિરીયાની રેલીમાં પરિવર્તનના નારાઓ લાગી રહ્નાં છે. મોટી સંખ્યામાં યુવાનો અલ્પેશ કથિરીયાની રેલીમાં દેખાયા હતાં. અલ્પેશ કથિરીયા દ્વારા આ વખતે ગુજરાત પરિવર્તન માગે છે તેવા નારા પણ લગાવાવમાં આવી રહ્નાં છે.ફોર્મ ભરવા નીકળેલા તમામ રાજકીય પક્ષના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતાં હોય તે રીતે નીકળી રહ્નાં છે. મત્તદારોને આકર્ષવા માટે તથા પોતે જ ચૂંટણી જીતવાના છે તે પ્રકારનો માહોલ ઉભો કરતાં ઉમેદવારો કાર્યકરોની વિશાળ ફોજ લઈને નીકળ્યા હતા. તથા પોતાના સમર્થનમાં ઉમેદવારો નારેબાજી પણ કરાવતા નજરે પડ્યા હતા.ફોર્મ ભરવા નીકળેલા તમામ રાજકીય પક્ષના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતાં હોય તે રીતે નીકળી રહ્નાં છે. મત્તદારોને આકર્ષવા માટે તથા પોતે જ ચૂંટણી જીતવાના છે તે પ્રકારનો માહોલ ઉભો કરતાં ઉમેદવારો કાર્યકરોની વિશાળ ફોજ લઈને નીકળ્યા હતા. તથા પોતાના સમર્થનમાં ઉમેદવારો નારેબાજી પણ કરાવતા નજરે પડ્યા હતા. આમ શુક્રવારે સમગ્ર સુરત રાજકીય માહોલમાં રંગાયુ હતુ. ઠેર ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. – મજૂરા , વરાછા, કરંજ, કામરેજ, ચોર્યાસી, સુરત ઉત્તર, સુરત પૂર્વ,ઉધના વિધાન સભાના તમામ ઉમેદવારોઍ પોતાની ઉમેદવારી નોધાવી હતી.