ભાઠા ગામ મુંબઈ કોલોની ખાતે આવેલા બે રહેણા મકાનમાં રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગની છ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.ફાયરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સબનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જાકે બંને મકાનોમાં તમામ સામાન બળીને ખાક થઇ ગયુ હતુ.
ભાઠા ગામ ખાતે મુંબઈ કોલોનીમાં છોટુભાઇ બળંવતરાય રાઠોડ અને તેમનો પુત્ર જયંત રાઠોડ પરિવાર સાથે બે મકાનમાં રહે છે. મોડી રાત્રે ઘરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પહેલા ઍક મકાનમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ ધીમે ધીમે વિકરાળ બનતા બીજા મકાનમાં પ્રસરી ગઇ હતી.જેને લઇ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો. ભાઠા ગામના મુંબઈ કોલોનીના બે ઘરોમાં આગ લગતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર કંટ્રોલમાં કરવામાં આવી હતી. ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા કંટ્રોલમાંથી છ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે ïપહોîચી ગઇ હતી. ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થીતી પર કાબુ મેળવ્યો હતો. આ અંગે ફાયર અધિકારી સંપત સુથાર જણાવ્યું હતું કે કંટ્રોલમાંથી કોણ મળતા જ ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા. ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમને ઘટના સાથે બોલાવી હતી. અડાજણની બે ગાડી , મોરાભાગળની બે ગાડી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડી મળી કુલ છ ગાડી સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.જ્યાં પાણીનો મારો ચલાવી ઍક કલાકમાં આગળ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનાને પગલે ફાયર અધિકારી સંપત સુથારે વધુમાં જણાવ્યું હતું કે ઍક જ માલિકના બે મકાન આવેલા હતાં ઍક મકાનમાં આગ લાગતા બાજુમાં રહેલું બીજું મકાન પણ આગની જપેટમાં આવી ગયું હતું. ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી ઍક કલાકની અંદર સમગ્ર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પïરંતુ આ આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ઘરમાં સાત થી આઠ જેટલા પરિવારના સભ્યો રહે છે.ઘટના બનતા તેઓ પણ બહાર નીકળી આવતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પરંતુ ઘરનો બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.