
આગામી વિધાનસભાની ચુંટણીને લઇ સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ પોલીસ મથકોમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવી રહ્ના છે. મોડી રાત્રે મહિધરપુરા વિસ્તારમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગ કર્યુ હતુ. જેમાં અલગ અલગ કલમો હેઠળ ૬૩ વ્યકિતઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમુક આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા.
સુરત શહેરમાં આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાઇ તે માટે સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં હિસ્ટ્રી શીટïર , લિસ્ટેડ બુટલેગરો , માથાભારે ઇસમો , તડીપાર થયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અસામાજીક પ્રવૃતિને નષ્ટ નાબુદ કરવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસ કમિશ્નરના આદેશથી મહિધરપુરા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં ઍક પી.આઇ. , ચાર પી.ઍસ.આઇ. અને ૨૫ પોલીસ કર્મીïઓ તથા પ્રિઝન વાન દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ૩૮ વ્યકિતઓ સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. ત્યારબાïદ જીપીઍક ૧૩૫ અને ૧૪૨ મુજબ ૯ વ્યકિતઓ સામે ગુનો નોધ્યો હતો. ત્યારબાદ પ્રોહિબીશનના ૪ કેસ , પીધેલાના ૩ કેસ અને બે કેસ દારૂનો જથ્થો પકડ્યા હોવાના કર્યા હતા. ત્યારબાદ ઍમવી ઍકટ ૨૦૭ મુજબ સાત વાહનો ડિટેઇન કરાયા હતા. આમ ૬૩ વ્યકિતઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ તમામ આરોપીઓ પૈકી કેટલાંક માથાભારે તત્વો પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. આમ આગામી ચુંટણીને ધ્યાને રાખીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોમ્બીંગનું આયોજન ચાલતું રહેશે.