
૧૦ વર્ષ પહેલાં નાનપુરા કાદરશાની નાળમાં થયેલા કોમી બખેડાના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે દહીયાને નાનપુરાïમાંથી ઍસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.
સન ૨૦૧૨ના વર્ષમાં નાનપુરા કાદરશાની નાળમાં સામાન્ય ઍકિસડન્ટ બાબતે હિન્દુ , મુસ્લિમના ટોળાંઍ સામસામે આવીને ઍકબીજા પર ઘાતક હથિયાર અને પથ્થરમારો કરતા સમગ્ર શહેરમાં કોમી તંગદીલી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે અઠવા પોલીસ મથકે બંને પક્ષો સામે રાયોટીંગનો ગુનો દાખલ થયો હતો. જા કે આ ગુનામાં સંડોવાયેલો નાનપુરા માછીવાડની નલવાળી ગલી ખાતે રહેતો વિજય ઉર્ફે દહીયો નટવરભાઇ ગરીબ પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો. આ વોન્ટેડ આરોપી નાનપુરામાં હોવાની મળેલી બાતમીના આધારે ઍસઓજી પોલીસે વોચ ગોઠવી વિજય ઉર્ફે દહીયા ગરીબને ઝડપી પાડી તેનો કબ્જા અઠવા પોલીસને સોîપ્યો હતો.