
જહાંગીરપુરા વૈષ્ણોદેવી હાઇટ્સના ખુલ્લા ખેતરમાં ખત્રી બાપાના મંદીર પાસે વાતચીત કરવાના બહાને બોલાવી નાનપુરા ખાતે રહેતા જયેïશ મકવાણા પર તેમના કહેવાતા મિત્ર હિતેશ બારોટે ગળા પર કટર મારી હત્યાનો પ્રયાસ કરવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
નાનપુરા ખાતે રહેતા અને કપડાંની દુકાનમાં નોકરી કરતા જયેશભાઇ ખિમજીભાઇ મકવાણા નામના યુવકને મંગળવારના રોજ ચારેક વાગ્યાના અરસામાં વેડરોડ ખાતે રહેતા હિતેશ બારોટ નામના મિત્રઍ જયેશભાઇને તેમની પત્ની ભારતીબેનના ઍકાઉન્ટમાંથી રૂપિયા કપાઇ જવા બાબતે ઉભા થયેલા વિવાદમાં વાતચીત કરવાના બહાને બોલાવ્યા બાદ તેમને ગળાના ભાગે કટર મારી હત્યાની કોશિષ કરતા ગંભીર ઇજા પામેલ જયેશ મકવાણાને સારવાર માટે રાંદેરï રોડ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જા કે આ પ્રકરણમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જયેશ મકવાણાની પત્નીïને વેડરોડ ખાતે રહેતા હિતેશ બારોટ સાથે અફેર હોવાના કારણે પત્નીઍ તેના પ્રેમી હિતેશ બારોટ સાથે મળી વાતચીત કરવાના બહાને બોલાવ્યો હતો. અને બંનેઍ ભેગા મળીને તેની હત્યાની કોશિષ કરી હોવાનું મનાઇ રહ્નાં છે. આ બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.