રીંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટના વેપારી પાસેથી દલાલ મારફતે કાપડ ખરીદી તમિલનાડુના વેપારીઍ રૂï. ૧૨.૪૮ લાખનું બાકી પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના વેસુ ચૈલેસ્ટીયલ ડ્રીમ જી-૩૦૨ માં રહેતા ૫૨ વર્ષીય સુરેશકુમાર મનોહરલાલ ચપલોત રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં શીપ્રા ડીઝાઇનરના નામે ભાગીદારીમાં કાપડનો વેપાર કરે છે.વર્ષ ૨૦૧૯ માં રામદેવ ટેક્ષટાઇલ ઍજન્સીના નામે બેગમપુરા કાપડીયા ઍપાર્ટમેન્ટ ૩૦૩ માં કાપડ દલાલીનું કામ કરતા જગદીશભાઇ તમિલનાડુના શાહુકારપેટ મીન્ટ સ્ટ્રીટ ખાતે રંગ મંદિરના નામે કાપડનો વેપાર કરતા રમેશ પુરોહીતને લઈ સુરેશકુમારની દુકાને આવ્યા હતા અને ૬૦ દિવસમાં પેમેન્ટનો વાયદો અને પેમેન્ટ મોડું થાય તો પેનલ્ટી આપવાની પણ વાત કરી વેપાર શરૂ કર્યો હતો. સુરેશકુમારે તેમને ૪ સપ્ટેમ્બરથી ૨૯ નવેમ્બર ૨૦૧૯ દરમિયાન કુલ રૂ. ૧૫,૧૨,૧૨૩ નું કાપડ મોકલ્યું હતું. જોકે, સમયસર પેમેન્ટ કરવાને બદલે દલાલ અને વેપારીઍ વાયદા કરવા માંડયા હતા.બાદમાં વેપારીઍ રૂ. ૨,૬૩,૯૭૯ નો માલ ખરાબ છે કહી પરત પણ કર્યો હતો. ત્યાર બાદ બાકી પેમેન્ટ રૂ. ૧૨,૪૮,૧૪૪ ચુકવવાને બદલે દલાલ જગદીશભાઈઍ અગાઉ પેમેન્ટની જવાબદારી લીધી હતી પણ બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા.જયારે વેપારી રમેશ પુરોહિતે પેમેન્ટ ભૂલી જવા કહ્નાં હતું.બંનેઍ સુરેશકુમારના ફોન રિસીવ કરવાનું પણ બંધ કરતા છેવટે સુરેશકુમારે બંને વિરુદ્ધ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.