વેસુના વી.આઇ.પી. રોડ ખાતે આવેલ સમર્થ ઍપાર્ટમેન્ટ ખાતે રહેતી ઍક મહિલાને ઍસબીઆઇમાંથી બોલું છું તેમ કહી ઍકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવાના બહાને લીંક મોકલી તેના ઍકાઉન્ટમાંથી રૂ.૧.૪૭ લાખ ટ્રાન્સફર કરી લેનાર અજાણ્યા ઇસમો સામે ડુમસ પોલીસ મથકે ફરીયાદ નોધાવા પામી છે.
મુળ મહારાષ્ટ્ર અમરાવતી જીલ્લાના ભાજીનગર રોડની વતની અને હાલમાં વેસુ વીઆઇપી રોડના સમર્થ ઍપાર્ટમેન્ટમાં રહેતી નિમીષાબેન ચિંતનભાઇ ઠક્કરને ૩૦મી ઓગષ્ટના રોજ ડુમસ સાયલન્ટ ઝોનના અવધ કોપર સ્ટોન રેસીડેન્સી ખાતે ગઇ હતી. તે વખતે તેના મોબાઇલ પર ઍક અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો. જેને પોતાની ઓળખ ઍસબીઆઇ બેકમાંથી બોલું છું તેમ કહી ઍકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવા માટે ફોર્મ ભરવું પડશે તેમ કહી લીંક મોકલી હતી. જે લીંક અપડેટ કરતાં જ નિમીષાબેનના ઍકાઉન્ટમાંથી જુદી જુદી બે વખત રૂ.૧.૪૭ લાખથી વધુની રકમ ઓનલાઇન ટ્રાન્સફર થઇ ગઇ હતી. આ અંગે નિમીષાબેન ઠક્કરે ડુમસ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.