
કતારગામ નવી જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતા વેપારી પાસેથી રૂ.૧.૪૯ કરોડથી વધુનો માલ ખરીદી તેના રૂપિયા નહીં ચુકવી ઠગાઇ કરવાની ફરીયાદ કતારગામ પોલીસ મથકે નોîધાઇ છે.
મુળ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામના વતની અને હાલમાં ઉત્રાણ ગામના પ્લેટીનમ હાઇટ્સ ખાતે રહેતા રાજેશભાઇ ધરમશીભાઇ ડોબરીયા કતારગામ નવી જીઆઇડીસીના પ્લોટ નં – ૩૬૭માં ક્રિશ ફેશન નામનું કારખાનું ધરાવે છે. જેમની પાસેથી સન ૨૦૧૯ થી ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ ના સમય દરમ્યાન ભેસ્તાનના યુનિટી ઇન્ડસ્ટ્રીઝ ઍસ્ટેટ ખાતે ઍશિયન ઍક્ષપોર્ટ હાઉસના નામે ધંધો કરતા નૌસાદ અબ્દુલ રઝાક ખાન અને દલાલ કૈલાશભાઇઍ પુર્વ આયોજીત ઘડેલા કાવતરા મુજબ કાપડની ખરીદી કરી તેના રૂ.૧.૪૯ કરોડથી વધુની કિંમત નહીં ચુકવીને છેતરપીંડી કરી હતી. આ અંગે વેપારી રાજેશભાઇ ડોબરીયાઍ કતારગામ જીઆઇડીસીમાં ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.