સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરતની ૧૨ બેઠકોના ઉમેદવારો પૈકી પુર્વના ઉમેદવાર કંચન જરીવાલાઍ ઉમેદવારી પાછી ખેચી લેતા ચુંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીની ઍક વિકેટ ખરી પડી હતી.
કંચન જરીવાલાઍ પહેલાં ચુંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ અમાન્ય કરવાની રજુઆત કર્યા બાદ બીજા દિવસે ફોર્મ ખેચી લઇને ચુંટણી જંગમાંથી હટી જતાં આમ આદમી પાર્ટીને ઝાટકો લાગ્યો હતો. જા કે સુરતની બેઠકોના ઉમેદવારોની વાત કરીઍ તો ઉધના , લિંબાયત જેવી બેઠકોના ઉમેદવારો પણ નબળા હોવાથી ભાજપ કોઇ ખેલ ન કરી જાય તે માટે આપ ના હોદ્દેદારો સક્રિય બન્યા છે. અને ઉમેદવારો સાથે વિશ્વાસુ માણસો ગોઠવીને સાથે રાખ્યા હોવાનું જાણવા મળ્યુ છે.