વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લાની ૧૬ બેઠક પર જે ફોર્મ ભરાયા છે. તેમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારો કેટલા ચૂંટણીના જંગમાં અંત સુધીમાં રહે છે. તેનું ચિત્ર આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મોટાભાગે અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતાં હોય છે. ત્યારે ગતરોજ આપના પૂર્વ બેઠકના ઉમેદવારે ફોર્મ પરત ખેંચીને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં.
સુરત પૂર્વની બેઠક પર રાણા સમાજના કંચન જરીવાલાઍ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેના દરખાસ્તમાં સલીમ મેમણ સહિતના આપના કાર્યકરોઍ કરી હતી. જોકે અચાનક કંચને પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે આ બેઠક પર આપ ઍક રીતે મેદાનમાંથી બહાર નીકળી ગયું છે. ટેકનિકલી વાત કરીઍ તો કંચન જરીવાલાના ડમી સલીમ મેમણ ચૂંટણી તો લડી શકશે પણ પક્ષમાંથી નહીં લડી શકે કે તેમને પક્ષનું ચિન્હ પણ નહીં ફાળવી શકાય. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આ ઉમેદવારને ઝાડુનું ચિન્હ આપવા માટે રિર્ટનિંગ ઓફિસર પાસે માંગણી કરતી અરજી કરવામાં આવી છે. જોકે, આજે સાંજે આ ચિન્હ મળે છે કે કેમ તે સ્પષ્ટ થશે. ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે સુરત શહેર અને જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠક પર ૧૭ જેટલા ઉમેદવારોઍ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેચવા માટેની અંતિમ તારીખ ૧૭મી નવેમ્બર છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે સુરતની ૧૬ વિધાનસભામાં કુલ ૧૭ ઉમેદવારો ઍ પોતાની ઉમેદવારી પરત લીધી હતી. જેમાં આપના ઉમેદવાર કંચન જરીવાલાઍ ઉમેદવારી પરત લેતા ચર્ચાનો વિષય બન્યા હતો. વિધાનસભા મુજબ જોઇઍ તો ઓલપાડમાં ૧ , માંડવીમાં ૧ , સુરત પૂર્વમાં ૪ , સુરત ઉત્તરમાં ૧ , વરાછા રોડમાં ૧ , કરંજમાં ૧ , લિંબાયતમાં ૨ , મજુરામાં ૧ , કતારગામમાં ૧ , સુરત પડ્ઢિમમાં ૧ , ચોર્યાસીમાં ૧ , બારડોલીમાં ૧ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જોકે, આજે આખરી દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.