પાલ ગૌરવ પથ રોડના સેવિઓન સર્કલ પાસે વોકીંગ પર નિકળેલા ઍક વ્યકિતના ગળામાંથી ૧૩ ગ્રામથી વધુ વજન ધરાવતી સોનાની ચેઇન બાઇક પર આવેલા બે ઇસમો ચીલઝડપ કરી નાસી છુટ્યાની ફરીયાદ પાલ પોલીસ મથકે નોધાઇ છે.
પાલનપુર કેનાલ રોડના જલારામ ઇન્ટરનેશનલ સ્કુલ પાસેની સાંઇ મિલન રેસીડેન્સીમાં રહેતા પીંકેશભાઇ પ્રદ્યુમનભાઇ રેલીયાવાલા ૧૪મી નવેમ્બરના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં તેમના ઘર નજીક આવેલ ગૌરવ પથ રોડ પર વોકીંગ પર નિકળ્યા હતા. તે વખતે સેવિઓન સર્કલ મોમાઇ ફુડ કોર્ટના સામેના રોડ પર પાછળથી કાળા કલરની બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોઍ તેમની નજીક આવીને પાછળ બેસેલા ઇસમે પિંકેશભાઇના ગળામાં પહેરેલ ૧૩ ગ્રામથી વધુ વજન ધરાવતી રૂ.૪૮ હજારની કિંમતની સોનાની ચેઇન આંચકી ભાગી છુટ્યા હતા. આ અંગે પિંકેશભાઇ રેલીયાવાલાઍ પાલ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.