
સુરત શહેર પીસીબી પોલીસે રાંદેર અજરામર ચોકની સંત તુકારામ સોસાયટીમાં રહેતા પારસી પરિવારને ત્યાં છાપો મારી રૂ.૧.૫૯ લાખના ઇંગ્લીશ દારૂ સાથે પિતા – પુત્રની ધરપકડ કરી હતી.
સુરત શહેર પીસીબી પોલીસને બાતમી મળી હતી કે રાંદેર રોડના અજરામર ચોક પાસે આવેલ સંત તુકારામ સોસાયટી પાસે રહેતા શામ કાવાસજી મહેતા તેમની સરકારી હેલ્થ પરમીટથી મળતો ઇંગ્લીશ દારૂ ગેરકાયદેસર રીતે લોકોને વેચાણ કરે છે. જે બાતમીના આધારે પીસીબી પોલીસે તેમના સંત તુકારામ સોસાયટીના મકાનમાં છાપો મારી રૂ.૧.૬૦ લાખનો ઇંગ્લીશ દારૂ કબ્જે કરી શામ કાવાસજી મહેતા અને તેનો પુત્ર કૈઝાદની ધરપકડ કરી હતી. આ અંગે રાંદેર પોલીસે પિતા – પુત્ર સામે પ્રોહિબીશન ઍકટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.