
સચીન જીઆઇડીસીના સંજર નગર ખાતે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકીને ચાંદીના ઘરેણાં અને રોકડ રૂ.૨ હજાર મળી રૂ.૯૭ હજારથી વધુની મત્તા ચોરી કરી નાસી છુટ્યાની ફરીયાદ સચીન જીઆઇડીસી પોલીસ મથકે નોધાઇ છે.
મુળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના પચપદરા તાલુકાના જસોલ ગામના વતની અને હાલમાં પાંડેસરા ભેસ્તાન રોડની ભગવતી રેસીડેન્સીમાં રહેતા નેમીચંદ હનુમાન પ્રસાદ શર્મા ઉન સચીન જીઆઇડીસી રોડ પર આવેલ સંજર નગરમાં અંબિકા જવેલર્સ નામથી દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં તા. ૧૨ નવેમ્બરની રાત્રે તસ્કરોઍ ત્રાટકીને શટર ઉંચુ કરી અંદર પ્રવેશી કાચના દરવાજાનું લોક તોડી કાઉન્ટરમાં મુકેલ રૂ. ૯૨ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨ હજાર તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ. ૯૭,૪૦૦ની ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ અંગે દુકાન માલિક નેમિચંદ શર્માઍ સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.