સુરતના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ડિવોર્સી મોડેલ પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તેની સાથે માતાના ઘરે ઉમરવાડા ખાતે અઠવાડીયા રહેવા ગઈ હતી ત્યારે તેના બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૂ. ૧.૦૮ લાખ અને સોનાચાંદીના દાગીના મળી રૂ. ૧.૯૯ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.
મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ૨૬ વર્ષીય ડિવોર્સી પિંકીબેન દુબે બેલ્જીયમ સ્કવેર ખાતે મોડેલીંગનું કામ કરે છે.તેની સાત વર્ષની પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તે ગત ૧૦ મી ની રાત્રે પોતાના ઘરને લોક મારી ઉમરવાડા નવા કમેલા ખાતે રહેતી માતાના ઘરે રહેવા ગઈ હતી.બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે તેના ઘરે પાણીની બોટલ મુકવા આવતા યુવાને ફોન કરી પૂછ્યું હતું કે પાણીની બોટલ અંદર મુકું કે બહાર? આથી પિંકીબેને ઘરે તાળું છે તો બોટલ બહાર મૂકી દે તેમ કહેતા યુવાને તાળું તૂટેલું છે તેમ કહ્નાં હતું. તે સમયે જ મકાન માલિકની પત્ની પૂજા નીચે ઉતરતા પિંકીબેને તેને ઘરમાં જઈ તપાસ કરવા કહેતા તેણે અંદર જોયું તો સામાન વેરવિખેર હતો. ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી. તસ્કરોઍ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂ. ૯૧,૫૦૦ ની મત્તાના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ. ૧.૦૮ લાખ મળી કુલ રૂ. ૧,૯૯,૫૦૦ ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે પિંકીબેને ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.