
સચીન જીઆઈડીસીના પાલી વિસ્તારમાં ૧૬ વર્ષિય કિશોરી ગર્ભવતી બની હતી.પરિવારજનોઍ તેનીને ઍબોર્શન માટે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.ડોક્ટરે ગેરકાયદેસર રીતે ઍબોર્શન કર્યું તેમાં પણ બેદરકારી દાખવતા કિશોરીનું મોત નિપજ્યું હતું. સચીન જીઆઈડીસી પોલીસે મોડી રાત્રે ઍબોર્શન કરનાર ડોક્ટર, કિશોરીની બહેન અને બનેવી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલ અને સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડની ૧૬ વર્ષિય કાજલ છેલ્લા ધણા સમયથી સચીન જીઆઈડીસીના પાલી વિસ્તારમાં બહેન અને બનેવી સાથે રહેતી હતી. તેને હાલ માસિક આવતું ન હતું.તેનીઍ બહેનને વાત કરી હતી. બહેને નજીકના મેડિકલમાંથી દવા લાવી પરંતુ માસિક ન આવતા સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાં ખબર પડી કે તે ગર્ભવતી છે તેથી સ્થાનિક ડૉક્ટરે તેમને ઉધના કૈલાશનગરમાં આવેલ શ્રીજી હોસ્પિટલમાં મોકલ્યા હતા.શ્રી હોસ્પિટલના ડોક્ટર હિરેન પટેલે નૈનાનું ગેરકાયદેસર રીતે ઍબોર્શન કર્યું હતું. તે માટે તેને બેભાન પણ કરી હતી.ઍબોર્શન બાદ નૈનાને રજા આપી હતી. નૈના ઘરે ગઈ પછી બેભાન થઈ નીચે પડી ગઈ હતી.થોડા જ સમયમાં તેનું મોત નિપજ્યું હતું. તેના ત્રણેક ક્લાકમાં સચીન જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસે ઘરે આવીને નૈનાના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ મોકલી હતી. ત્યાં પોસ્ટ મોર્ટમમાં ખબર પડી કે ઍબોર્શનદરમિયાન બેદરકારીના કારણે નૈનાનું મોત નિપજ્યું હતું. બીજી તરફ ડો.હિરનને પણ ખબર હતી કે નૈના ૧૬ વર્ષની છે છતા પોલીસને જાણ કરી નહતી. તેમજ પોતે ગાયનેકોલોજીસ્ટ ન હતો કે ઍબોર્શન કરવા માટે માટે ઍક્સપર્ટ ન હોવા છતા ઉપરાંત પોતે રજીસ્ટર થયેલ ડોક્ટર ન હોવા છતાં તેને ઍબોર્શન કર્યું હતું. તપાસમાં ખબર પડી કે નૈના સાથે ઍક યુવકે શરીર સંબંધ બાંધી તેનીને ગર્ભવતી બનાવી હતી. મોડી સાંજે સચીન જીઆઈડીસી પોલીસ સરકાર તરફે નૈનાને ગર્ભવતી બનાવનાર અજાણ્યો આરોપી, ગેરકાયદેસર રીતે ઍબોર્શન કરીને નૈનાને મોતના મુખમાં ધકેલનાર આરોપી ડો.હિરેન પટેલ, નૈનાની બહેન અને બનેવી વિરુદ્ધ બળાત્કાર,બેદરકારી,પોક્સો, ઘી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી ઍક્ટ અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશ ઍક્ટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.