
સુરતના ઇશ્વર ફાર્મ ખાતે આવેલા કોગ્રેસના મિડીયા કંટ્રોલ રૂમ ખાતે ચુંટણી પ્રચાર અર્થે આવેલા રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીઍ પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સાંસદ પ્રમોદ તિવારીઍ જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઇ છે. અને આગામી વિધાનસભાની ચુંટણીમાં મોઘવારી , બેરોજગારી સહિતના મુદ્દે કંટાળી ગયેલા મતદારો કોગ્રેસને વિજય બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જયારે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને ઓવેસી પણ ભાજપના સાથીદારો જ છે. અને તે માત્ર કોગ્રેસને નુકશાન પહોચાડવા માટે બી ટીમ તરીકે ગુજરાતમાં ચુંટણીમાં દેખાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.