નાના વરાછા તરફ જતા રોડ પરથી સુરત ક્રાઇમ બ્રાંચે ડિલીવરી પાર્સલ સગેવગે કરતા બે આરોપીઓને ઝડપી પાડી પાંજરે પુર્યા છે. છેલ્લાં ૩ વર્ષથી આ બંને આરોપીઓ પોલીસથી બચવા નાસતા ફરતા હતા.
સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે ડેલ્હીવેરી કંપનીના પાર્સલ સગેવગે કરી બારોબાર વેચવાના ગુનામાં છેલ્લાં પોણા ત્રણ વર્ષથી નાસતા ભાગતા આરોપીઓ ચોરીની મોટર સાઇકલ સાથે નાના વરાછા તરફ જતાં રોડ પરથી પસાર થવાના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી મહારાષ્ટ્રના નાશિક જીલ્લાના વતની અને હાલ પલસાણા કારેલી ગામના ઍસ.વી. રેસીડેન્સીમાં રહેતો નિતીન ઉર્ફે નિત્યો પુંડલીંક મોરે અને અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનો વતની અને હાલ કામરેજ લસકાણા ગામ સ્થિત ઓપેરા પેલેસમાં રહેતો અનિલ મનસુખ વસાણી નામના બે આરોપીઓને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પુછપરછ કરતા બંને આરોપીઓ અગાઉ ડેલ્હીવેરી કુરીયર કંપનીમાં પાર્સલ ડિલીવરીનું કામ કરતા હતા. સન ૨૦૧૯માં પકડાયેલા આરોપી દિપક ગીરાસે સાથે મળીને કુરીયર કંપનીમાં આવતા ઘડીયાળના પાર્સલો સગેવગે કરી અનિલ વસાણીને બારોબાર વેîચી દેતા હતા. આ સંદર્ભે પુણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેમાં નિતીન અને અનિલ ધરપકડથી બચવા માટે નાશિક ડિંડોરી ખાતે જતો રહ્ના હતો. ત્યાંથી બાઇક ચોરી કરી સુરત આવી રહ્ના હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.