
ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસે પર્સનલ લોનના બહાને બે ઍજન્ટોઍ પાંચ થી છ જણાંના લાખો રૂપિયા ચાઉં કર્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
મુળ મહારાષ્ટ્રના વતની અને હાલ ડિંડોલી રતન ચોકïમાં રહેતા હર્ષલભાઇ પુનાજાભાઇ પવાર રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટમાં સાડી ફોલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલાં હર્ષલભાઇની બહેન અરૂણાબેનના લગ્ન હોવાથી તેમને પૈસાની જરૂરીયાત ઉભી થઇ હતી. જેથી પોતાના મિત્ર અને પરિવારના સભ્ય પાસેથી હાથ ઉછીના રૂપિયા ઍક લાખ લીધા હતા. તેમને પરત આપવા માટે પૈસા ન સગવડ ન હતી. આ ઉપરાંત અન્ય જરૂરીયાત ઉભી થતાં તેમને રૂ.૨ લાખની પર્સનલ લોન લેવાનું નક્કી કર્યુ હતુ. તે દરમ્યાન ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે આવેલી ઍક ઇલેકટ્રોનિક દુકાનની ઉપર તત્કાલીન લોન મળશે તેવું બેનર વાંચીને તેઓ ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક સ્થિત શિવમ ઍડવર્ટાઇઝરની ઓફીસમાં ગયા હતા. ત્યાં બેસેલા બે વ્યકિતઓને હર્ષલભાઇ મળ્યા હતા. બંન વ્યકિતઓઍ સરથાણા મોમાઇ નગરમાં રહેતો સરજુ દિલીપ દેવગણીયા અને વરાછા ઍ.કે.રોડ ધરમનગરમાં રહેતો જીતુ ભગવાન જાગાણી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ પર્સનલ લોન લેવા માટે સૌથી પહેલા મોબાઇલ ફોન લેવો પડશે. તેના પરથી લોન થઇ જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી તા.૧૧ – ૯ – ૨૦૨૨ના રોજ બંને જણાં હર્ષલને મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ઍક મોબાઇલની દુકાનમાં લઇ ગયા હતા. ત્યાંથી આઇફોન ઇલેવન મોબાઇલ ફોન અપાવી તેના પર લોન કરવાનું સેલ્સમેને જણાવ્યુ હતુ. સેલ્સમેને તેમના જરૂરી ડોક્યુમેન્ટો લઇ ઍચડીઍફસી બેકમાંથી લોન કરાવવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ બંને જણાંઍ દુકાનની બહાર નિકળીને હર્ષલભાઇ પાસેથી મોબાઇલ અને તેનું બિલ લઇ લોનની પ્રોસેસ ચાલુ થઇ ગઇ છે. આવતી કાલે તમારા ખાતામાં પૈસા આવી જશે. ત્યારબાદ તમારા મોબાઇલની લોન પણ બંધ થઇ જશે તેવું કહી હર્ષલભાઇને ત્યાંથી મોકલી આપ્યા હતા. પરંતુ બીજા દિવસે ઍકાઉન્ટમાં પૈસા ન આવતા હર્ષલભાઇ ફરીથી સરજુભાઇની ઓફીસે ગયા હતા. ત્યાં બંને જણાંઍ માત્ર હૈયા ધરપત આપી પરત મોકલી આપ્યા હતા. ત્યારબાદ તા. ૬ – ૧૦ – ૨૦૨૨ ના રોજ અચાનક હર્ષલભાઇ ઉપર ફોન આવ્યો હતો કે હજુ સુધી લોનનો હપ્તા ભર્યો નથી. પરંતુ હર્ષલભાઇઍ લોનના પૈસા મારા ખાતામાં આવ્યા નથી તો હપ્તા કંઇ રીતે ભરૂ તેમ કહી ફરીથી સરજુભાઇની ઓફીસે ગયા હતા. પરંતુ દિવાળીનો સમય હોવાથી ઓફીસ બંધ હતી. તપાસ કરતા જાણવા મળ્યુ કે અન્ય ચાર જણાં સાથે પણ આવી રીતે બંને જણાંઍ છેતરપીંડી આચરી છે. આમ લોનના બહાને લાખો રૂપિયા ચાઉં કરીને બંને ઓફીસ બંધ કરીને ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે હર્ષલભાઇઍ ગોડાદરા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.