
અંકલેશ્વર રૂરલમા ચકચારીત ત્રીપલ મર્ડર અને ધાડના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ભાગતા બે આરોપીને ડીસીબીઍ બાતમીના આધારે વેડ દરવાજા પાસેથી ઝડપી પાડી પાંજરે પુર્યા છે.
અંકલેશ્વર ઉટીંયાદરા ગામની સીમમાં તા.૧૭-૯-૨૦૧૯ ના રોજ પી.જી.ગ્લાસ નામની બંધ કંપનીમાં રાત્રિના સમયે ધાડપાડુ ગેગ ત્રાટકી હતી. ત્યારે કંપનીમાં સિકયુરીટી તરીકે ફરજ બજાવતા ૬ ગાર્ડસ પર પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરી તેઓને ગંભીર ઇજા પહોચાડી લુંટ કરી હતી. જેમાં ૩ સિકયુરીટી ગાર્ડસનું મોત થયુ હતુ. આ બનાલ સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો. આ ગુનામાં આરોપીઓ સુરત શહેરમાં ફરી રહયા હોવાની બાતમી ડીસીબીનો મળી હતી. ડીસીબીઍ વેડ દરવાજા પાસે વોચ ગોઠવી ઍમપીના ઉજજૈન જીલ્લાના જલોડીયાપાર્કના વતની હાલ કતારગામ ધનમોરા પાસે ગોસાઇસી નગરમાં રહેતો વિકાસ ઉર્ફે ટકો નાગુસીંગ ચૌહાણ અને મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના કળંબોશી ગામનો વતની હાલ વેડરોડ આનંદપાર્ક સોસાયટીમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે માયા હરીશ ભીલારેને ઝડપી પાડયા હતા. આમ ડીસીબીઍ અંકલેશ્વર રૂરલ પોલીસનો ગુનો ઉકેલી કાઢી આગળની તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસને સોપી છે.