
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે.લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી જતા પરિસ્થિત તંગ બની ગઈ હતી. જાકે શાસક પક્ષ નેતાઍ મોરચો સંભાળી કાર્યકર્તાઓને સમજાવી ત્યાંથી રવાના કરતા મામલોï થાળે પડયો હતો.
લિંબાયત નીલગીરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ તાયડે દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રચારમાં નીકળેલા ભાજપના કાર્યકર્તાઓ ડીજે લઈને કાર્યક્રમ સ્થળ પાસે પહોંચી ગયા હતા. પોણા બે કલાક સુધી બંને પાર્ટીના કાર્યકર્તાઓ સામ સામે રહયા હતા. ઍટલું નહીં પણ લિંબાયત પોલીસ પણ મુક પ્રેક્ષક બની પોણા કલાક સુધી તમાશો જોતી રહી હતી. આખરે સ્થળ પર લશ્કરી દળના જવાનો પણ પહોંચી ગયા હતાં, તેમ છતાં ભાજપના કાર્યકર્તાઓ સ્થળ પરથી જવાનું નામ નહીં લેતા આખરે શાસક પક્ષ નેતા અમિત સિંહે મોરચો સંભાળ્યો હતો અને કાર્યકર્તાઓને સમજાવી ત્યાંથી રવાના કર્યા હતા.આમ બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી દશ્ય સર્જાયા ન હતા.