વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ શહેરમાં ઠેક-ઠેકાણે પોલીસની સાથે આર્મી અને ઍસઆરપીના જવાનો જોવા મળી રહયા છે. પોલીસની રસ્તાઓ પર વાહન ચેકિંગથી લઈ ફુટ પેટ્રોલિંગ તેમજ જ્યા ગુનાઓ સૌથી વધારે બને છે તેવી જગ્યાઓ પર ખાસ ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહયુ છે. શહેરમાં ગયા મહિના કરતા આ મહિનામાં ગુનાખોરીમાં ૫૫ ટકા ઘટાડો દેખાયો પોલીસે ૧૫ દિવસમાં અટકાયતી પગલા, પાસા, તડીપાર, વોન્ટેડ આરોપી સહિત ૧૪૫૩૯ આરોપીઓની ધરપકડ કરી છે.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે ૧૦ દિવસ જેટલો સમય બાકી રહ્ના છે. તેમાં પણ પ્રચારને તો અઠવાડિયું જ બાકી રહ્નાં છે. ત્યારે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો ઍડિચોટીનું જોર લગાવી રહ્નાં છે. બીજી તરફ ભાજપ-કોંગ્રેસ અને આપના દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી ગયાં છે. નેતાઓ સભાઓ સંબોધીને મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહયા છે.બીજી બાજï વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ શહેરમાં ઠેક-ઠેકાણે પોલીસની સાથે આર્મી અને ઍસઆરપીના જવાનો જોવા મળી રહયા છે. બીજી તરફ પોલીસની રસ્તાઓ પર તેમજ ચેક પોસ્ટ હાજરી હોવાને કારણે ગુનેગારોમાં ઍક ખૌફ જોવા મળી રહયો છે ઍટલું જ નહિ પોલીસની હાજરીને કારણે ગુનાખોરીમાં પણ મોટો તફાવત જોવા મળી રહયો છે. ટૂંકમાં પોલીસની રસ્તાઓ પર વાહન ચેકિંગથી લઈ ફુટ પેટ્રોલિંગ તેમજ જ્યા ગુનાઓ સૌથી વધારે બને છે તેવી જગ્યાઓ પર ખાસ ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્નાં છે. જેના કારણે ગયા મહિના કરતા આ મહિનામાં ગુનાખોરીમાં ૫૫ ટકા ઘટાડો જોવા મળી રહયો છે. પોલીસે ૧૫ દિવસમાં અટકાયતી પગલા, પાસા, તડીપાર, વોન્ટેડ આરોપી સહિત ૧૪૫૩૯ આરોપીઓની ધરપકડ કરી છે.