
રીંગરોડ મેટ્રો ટાવરમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી સાથે ઉધના મગદલ્લાના કારખાનેદાર અને દલાલે રૂ.૪૨.૬૩ લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
યુપી મુઝફ્ફર જીલ્લાના સેનપુરા ગામના વતની અને હાલ વેસુ વી.આઇ.પી. રોડ સ્ટાર ગેલેક્ષીમાં રહેતા આશિષ આનંદકુમાર જૈન રીંગરોડ મેટ્રો ટાવરમાં મહાવીર પ્રિન્ટ્સ નામથી કાપડની દુકાન ધરાવે છે. ઍક વર્ષ પહેલાં સીટીલાઇટ રોડ અશોક પાનની સામે વૈભવ ઍપાર્ટમેન્ટમાં રહેતો હિતેશ ઉર્ફે સોનુ અગ્રવાલ નામના દલાલે આશિષભાઇનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે મોટી મોટી પાર્ટીઓ હોવાની વાતો કરી સમયસર પૈસા ચુકવી દેવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ અલથાણ ભિમરાડ રોડ કોરલ હાઇટ્સમાં રહેતા અને ઉધના મગદલ્લા રોડ નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં શ્યામ ફેશન નામથી કાપડનો ધંધો કરતા દિનેશ જેઠાલાલ પટેલ નામના વેપારીની ઓળખ આપી હતી. સમયસર પૈસા મળી જશે તેવી બાંહેધરી સાથે આશિષભાઇઍ દલાલના કહેવાથી દિનેશભાઇ સાથે વેપાર ધંધો શરૂ કર્યો હતો. તા.૧૩ – ૧૨ – ૨૦૨૧ થી ૨૪ – ૩ – ૨૦૨૨ દરમ્યાન રૂ.૫૪ લાખથી વધુનો ગ્રે કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો. બદલામાં રૂ.૧૨.૪૦ લાખ ચુકવ્યા બાદ બાકીનું પેમેન્ટ રૂ.૪૨.૬૩ લાખ વેપારી ધારા ધોરણ મુજબ ચુકવી દેવાની ખાતરી આપી હતી. પરંતુ સમયસર પૈસા ન મળતાં આશિષભાઇઍ ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ બંને જણાંઍ ઉઘરાણીથી કંટાળી જઇ હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધાક ધમકી આપી મોબાઇલ ફોન અને દુકાન બંધ કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે આશિષભાઇઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.