
ઉધના – મગદલ્લા રોડના રૂપલ ઇન્ડસ્ટ્રીઝના કાપડના કારખાનેદાર પાસેથી ગ્રે કાપડ ખરીદી રૂ૨. ૨૩.૭૧ લાખનું પેમેન્ટ નહી ચુકવી ઓફિસ – દુકાન અને મોબાઇલ બંધ કરી ભુગર્ભમાં ઉતરી જનાર મુંબઇના વેપારી વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.
અલથાણ સાંઇ કે. જી. ફ્લેટ્સમાં રહેતા ૨૯ વર્ષિય દીપ અશ્વીન જરીવાલાઉધના-મગદલ્લા રોડ જોગણી માતાના મંદિર નજીક રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાજી લેસ નામે કાપડનું કારખાનું ધરાવે છે. દીપ જરીવાલા નો સપ્ટેમ્બર ૨૦૨૧ માં મુંબઇના બોરીવલ્લી ઇસ્ટમાં ખુશી ઇન્વેકક્ષ નામે લેસનો ધંધા કરતા ભરત હીરાભાઇ ઢીલા સાથે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર સંર્પક થયો હતો. સુરતના અનેક વેપારી પાસેથી લેસ અને ગ્રે કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવે છે તેમ કહી ભરતે દીપને વિશ્વાસમાં લઇ ટ્રાન્સપોર્ટ મારફતે રૂ. ૨૪.૭૧ લાખનું ગ્રે કાપડ મંગાવ્યું હતું. પંદર દિવસમાં પેમેન્ટના વાયદે કાપડ ખરીદી ઍડવાન્સ પેટે ભરતે રૂ. ૧ લાખ ચુકવ્યા હતા. બાકી પેમેન્ટ પેટે અલગ અલગ રકમના રૂ. ૧૧.૨૪ લાખના ૧૬ ચેક આપ્યા હતા. દીપે આ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા રીટર્ન થયા હતા અને મુંબઇ જઇ તપાસ કરતા ભરતે તેની ઓફિસ અને દુકાનને તાળા મારી તથા ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો હતો.આ બનાવ અંગે દીપે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.