
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે ચરમસીમાઍ પહોંચી ગયો છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પક્ષો કમર તોડ મહેનત કરી રહ્ના છે.બીજી તરફ આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અલગ અલગ વિસ્તારમાં રેલી યોજીને સભાને સંબોધન કરશે.
વિધાનસભાના ચૂંટણી જંગમાં આજે મંગળવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જાહેરસભા કરશે. વરાછા રચના સર્કલ ખાતેથી સાંજે ૫ કલાકે કેજરીવાલ રોડ શોમાં ભાગ લેશે અને સાંજે ૭ વાગે સિંગણપોર ક્રોસ રોડ પર જાહેરસભાને સંબોધન કરશે. આમ આદમી પાર્ટીઍ હજુ સુધી રોડ શોનો રૂટ જાહેર કર્યો નથી. પાટીદાર પ્રભુત્વ ધરાવતી વરાછા, કતારગામ, કરંજ, કામરેજ, ઉત્તર વિધાનસભા વિસ્તારને રોડ-શોમાં આવરી લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે. આવતીકાલે કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉધના વિધાનસભા વિસ્તારમાં સાંજે ૫ કલાકે રોડ શો કરશે.