ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપના દિગ્ગજો મેદાને ઉતર્યા છે. ત્યારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં ભાજપના મીડિયા સેન્ટર ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કેટલાક મુદ્દાઓ ઉપર તેમને વિસ્તૃત ચર્ચા કરી હતી. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને ગોળ ગોળ જવાબ આપતા રહયા હતા. જેમાં મોંઘવારી મુદ્દે મૌન સેવ્યું હતું.
સુરત ભાજપ દ્વારા મંગળવારે મીડિયા સેન્ટરનું ઉદઘાટન ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા હસ્તે કરવામાં આવ્યું છે.
ત્યારબાદ સંબિત પાત્રાઅ પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી ભારત જોડો નહીં પરંતુ ભારત તોડો યાત્રા કરી રહયા છે. આટલા વર્ષો સુધી તેમનું દેશમાં શાસન રહયુ હતું. છતાં પણ અત્યારે તેમને ભારત જોડવાની ફરજ પડી રહી છે. જોકે આ યાત્રા રાહુલ ગાંધીને ફરી ઍક વખત રાજનીતિમાં લોન્ચ કરવા માટેની છે. પરંતુ હવે રાહુલ ગાંધીમાં ફ્યુલ પણ પૂરું થઈ ગયું છે. રાહુલ ગાંધીના નેતાઓ જ તેમનું માનતા નથી. ગઈ કાલે મહુવા ખાતેની તેમની સભામાં હિન્દીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરતી વખતે ભરતસિંહ સોલંકીઍ ટ્રાન્સલેશન કરવાનું બંધ કરી દીધું હતું.ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન કર્યા છે. રાહુલ ગાંધી કાયમ ઍકની ઍક ટેપ વગાડતા રહે છે. આદિવાસીઓની જમીન છીનવાય છે. આદિવાસીઓ સાથે અન્યાય થાય છે. પરંતુ ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહયો છે. તેમાં આદિવાસીઓનો ફાળો ખૂબ વધુ છે. આદિવાસીઓની કોઈ પણ જગ્યા સરકાર દ્વારા જબરજસ્તીથી લેવામાં આવી નથી. ભાજપ સાથે આદિવાસીઓ જોડાઈ ગયા છે અને તેનું પરિણામ દેખાઈ રહયુ છે.આ ઉપરાંત મોîઘવારી બાબતે પુછાયેલા સવાલમાં તેમણે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યુ હતુ કે જે પ્રકારે દેશમાં મોંઘવારી વધી રહી છે. તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર આર્થિક ભારણ આવી રહયુ છે. તમામ ખાદ્ય ચીજ વસ્તુઓથી લઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે આ બાબતે પત્રકારો દ્વારા સંમિત પાત્રાને મોંઘવારીના મુદ્દે પૂછવામાં આવતા તેમણે આ જવાબનો ટાળવાનો પ્રયાસ કર્યો હોય તે રીતે કહ્નાં કે, સતત દેશ પ્રગતિ કરી રહયો છે. આર્થિક મોરચા ઉપર ખૂબ આગળ વધી રહયો છે. વર્લ્ડ ઇકોનોમિક સ્થાનમાં ભારત ખૂબ આગળ વધી રહયો હોવાની વાત કરતા રહયા હતા. પરંતુ મોંઘવારી અત્યારે સામાન્ય પ્રજાને નડે છે કે, કેમ તેને લઈને તેમનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.