ચોકબજાર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની યુવતીઍ જૂનો મકાન માલિક પરેશાન કરી ધમકી આપતો હોય ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ચોકબજાર વિસ્તારમાં રહેતા શ્રમજીવીની ૨૩ વર્ષીય પુત્રી અડાજણ સ્થિત ઍક મોલમાં નોકરી કરે છે.છ વર્ષ અગાઉ વેડરોડ લક્ષ્મીનગરમાં રહેતો ૩૫ વર્ષીય રૂપેશ સિંઘ રાજપૂતના ઘરમાં તેઓ ભાડેથી રહેતા હતા. હજીરા ખાતે મેડીકલ શોપ ધરાવતા રૂપેશને ત્યાં યુવતીનો ભાઈ બે વર્ષ અગાઉ કામ શીખવા જતો હતો ત્યારે કામ બાબતે ઝઘડો થતા રૂપેશે તેમની પાસે ઘર ખાલી કરાવતા પરિવાર બીજે રહેવા ચાલ્યો ગયો હતો. જોકે, ત્યાર બાદ રૂપેશ તેમને ફરી ત્યાં રહેવા આવી જવા કહેતો હતો અને પરિવાર ના પાડે તો ગાળાગાળી કરતો હતો. દરમિયાન, રૂપેશે યુવતીને ફોન કરી માતાપિતાને સમજાવવા કહ્નાં હતું. પણ સાથે તેમ પણ કહ્નાં હતું કે તું મને ગમે છે. બાદમાં તેણે પીછો કરવાનું શરૂ કર્યું હતું. તે યુવતીના કામના સ્થળે આવી પરેશાન કરતો હતો. તું મારી સાથે વાત નહીં કરે તો હું તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હોય યુવતીઍ બે દિવસ અગાઉ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બનાવની જાણ થતા ચોકબજાર પોલીસે હોસ્પિટલના બિછાનેથી યુવતીની ફરિયાદના આધારે રૂપેશ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.