પીપલોદ રાજહંસ ઍવન્યુની પાછળ ઍસ.ઍમ.સી. આવાસની પાસે દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસે છાપો માર્યો હતો. જા કે બુટલેગર ત્યાંથી ભાગવામાં સફળ રહ્ના હતો. પોલીસે ત્યાંથી રૂ.૨૫,૫૦૦ની ૫૧ નંગ દારૂની બોટલ કબ્જે કરી છે.
ઉમરા પોલીસને બાતમી મળી હતી કે પીપલોદ રાજહંસ સિનેમાની પાછળ ઍસ.ઍમ.સી. આવાસની પાછળના ભાગે જાહેરમાં દારૂનો જથ્થો સંતાડી રાખીને વેચાણ કરવામાં આવી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. તે વખતે અખિલેશ રમેશ પાંડે નામનો બુટલેગર ત્યાંથી ભાગવામાં સફળ રહ્ના હતો. પોલીસે ઘટના સ્થળ પરથી રૂ.૨૫,૦૦ની ૫૧ નંગ દારૂની બોટલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.